હોકી ઇન્ડિયા લીગ ૨૦૧૩

આખરે હોકી ઇન્ડિયા લાંબી ઊંઘ માંથી જાગ્યું છે. હોકી ઇન્ડિયા લીગની ટીવી એડ ફાઈનલી… આવી ગયી છે. દેર આયે દુરસ્ત આયે! એડ ખરેખર કેરેક્ટરવાળી છે.

લીગ ૧૪મીથી ચાલુ થાય છે. સ્ટાર સ્પોર્ટ્સ પાસે પ્રસારણના હક્ક છે, એટલે પ્રસારણ ગુણવત્તાવાળું રહેશે.

માત્ર બેજ પ્રોબ્લેમ છે. પહેલું તો પૂનાની કોઈ ટીમ નથી એટલે કોઈ મેચ જોવાનો લ્હાવો નહિ મળે. બીજું ભારત-ઈંગ્લેંડ ક્રિકેટ સીરીઝ બરાબર એજ સમયે છે, એટલે હોકીનો ફરી કોઈ ભાવ નહિ પૂછે.

સવાલ જવાબ, સવાલ જવાબ, બસ યહ હી ચલતા રેહતા હે યહાં
ઇસ ખેલ સે સીખો, સવાલો કે જવાબ કૈસે દિયા જાતા હે,
વક્ત આ ગયા હૈ ઇન્ડિયા બાતે કમ ખેલ જ્યાદા
લડો તો ઐસે!

 

હોકી ઇન્ડિયા લીગ વિષે વધુ ફરી ક્યારેક.

Advertisements